BARODA HALCHAL NEWS

ગૃહ અને ખેલ રાજ્યમંત્રી પ્રથમ નેશનલ ઓપન માસ્ટર એથલેટિક્સ સ્પર્ધાનો પ્રારંભ કરાવવા પહોંચ્યા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ.

 સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ઉપક્રમે અને માસ્ટર ગેમ એસોસિએશન ઓફ ગુજરાત તેમજ એસ. એ.જી. ના સહયોગથી પ્રથમ નેશનલ ઓપન માસ્ટર એથલેટિક્સ સ્પર્ધાનું શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.ખેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આ વડીલ રમત સ્પર્ધા નો પ્રારંભ કરાવવા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પહોંચ્યા હતા.






        આ સ્થળે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ,સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.અર્જુનસિંહ રાણા,માસ્ટર એથલેટિક ગેમ્સ એસોસિએશન ના ગુજરાત અને ભારત ના અધિકારીઓ એ તેમને આવકાર આપ્યો હતો.

        માસ્ટર ગેમ્સ એસોસિયેશન ઓફ ગુજરાતના સચિવ સરસ્વતિ રાજપૂતના  જણાવ્યા અનુસાર આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાં થી ૧૫૦૦ થી વધુ વેટેરન ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.૩૫ થી લઈને ૧૦૦ વર્ષની ઉંમર સુધીના વડીલ રમતવીરો તેમાં ભાગ લઈ રહ્યાં છે.પ્રથમવાર આ રાષ્ટ્રીય આયોજન થયું છે.

Post a Comment

0 Comments