BARODA HALCHAL NEWS

એડીસી શ્રી દીપક મેઘાણીના પુસ્તક ‘પર્ણકિનારી‘નું વિમોચન કરતા રાજ્યપાલશ્રી

 વડોદરાતા.૨૫ જૂન૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૧૩)                  ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે રાજ્યપાલશ્રીના એડીસી  શ્રી દીપક મેઘાણી (આઇ.પી.એસ.)ના પુસ્તક પર્ણકિનારીનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ એડીસી શ્રી દીપક મેઘાણીને તેમના પુસ્તકના વિમોચન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમની લેખનયાત્રા અવિરત ચાલુ રાખવા પ્રેરિત કર્યા હતા.







        અત્રે ઉલ્લેખનીય છે કેઇન્ડિયન પોલીસ સર્વિસની ગુજરાત કેડરમાં પોલીસ અધિક્ષક સંવર્ગમાં ફરજ બજાવતા શ્રી દીપક મેઘાણી હાલ રાજ્યપાલશ્રીના એડીસી તરીકે કાર્યરત છે. વાચન અને લેખનમાં વિશેષ રુચિ ધરાવતા શ્રી મેઘાણીએ વિચાર મંથનના નવનીત સ્વરૂપે જે અનુભવ્યું તેને શબ્દદેહ આપીને વિચારસંગ્રહ સ્વરૂપે  પર્ણકિનારી‘ પુસ્તક લખ્યું છે. આ અગાઉ તેમનો કાવ્યસંગ્રહ તિતિક્ષા‘  પણ પ્રગટ થઇ ચૂક્યો છે. વ્યસ્ત જીવનમાં પણ વિચારકણિકાઓને વ્યક્ત કરવાનો તેમણે આ પર્ણકિનારી‘ પુસ્તક દ્વારા પ્રયાસ

Post a Comment

0 Comments