BARODA HALCHAL NEWS

વડોદરા એન.ડી.આર.એફ.ની ટુકડી આણંદ જિલ્લામાં શોધ કાર્યમાં જોડાઈ

 વરસાદી નાળાના પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં જિલ્લા પ્રશાસને બટાલિયન ૬ ની ટૂકડીને તેડાવી...







વડોદરાતા.૦૨ જુલાઈ૨૦૨૨ શનિવાર (વિ.સં.૨૦૭૮ અષાઢ સુદ ૩)           આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા ( જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી.

        ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદીનાળા અને કાંસો છલકાઈ ગયા છે.

        ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક પુરુષ,જે ગામલોકોને ખાદ્ય વિતરણ પછી પાછો ફરી રહ્યો હતો,તે પગ લપસતાં તણાઈ ગયો હતો.તેના પગલે જિલ્લા તંત્રએ આ ટુકડી મોકલવા વિનંતી કરી હતી.

        હાલમાં ચોમાસાને અનુલક્ષીને દળની એક ટુકડી ઘટના સ્થળે થી લગભગ ૧ કિમીના અંતરે જ તૈનાત હતી.

        બચાવના તમામ સાધનો સાથે આ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ડૂબેલા વ્યક્તિને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.હાલમાં સર્ચ કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક લોકો સહયોગ કરી રહ્યાં છે

Post a Comment

0 Comments