BARODA HALCHAL NEWS

વડોદરા શહેર-જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

 મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા છાણી ખાતેથી વડોદરા શહેરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે




મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ અપાવશે


વડોદરા, તા.૨૨ જૂન, ૨૦૨૨ બુધવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૯) રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ- ૨૦૨૨ ના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લામાં આવતીકાલથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થશે.


        વડોદરા શહેર જિલ્લામાં તા. ૨૩ જૂનથી તા.૨૫ જૂન સુધી યોજાનાર શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી આવતીકાલે તા. ૨૩.૦૬.૩૦૨૨ ના રોજ સવારે ૮.૦૦ કલાકે મહાવીર સ્વામી પ્રાથમિક શાળા છાણી ખાતેથી વડોદરા શહેરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ મંત્રીશ્રી ડો. કલ્પના ચાવલા પ્રાથમિક શાળા, પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોનું શાળા નામાંકન કરાવશે.


        મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આવતીકાલ તા.૨૩ ના રોજ સવારે ૮.૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા, મહારાણી શાંતાદેવી શાળા તેમજ માણેકરાવ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ શાળા અપાવશે.         

Post a Comment

0 Comments