વડોદરાની ૫ સરકારી પ્રાથમિક શાળાના આશરે ૨૦૦ જેટલા વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ સહિત ભાગ લીધો
વડોદરા, તા.૨૩ જૂન, ૨૦૨૨ ગુરૂવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૧૦) વડોદરામાં ઉનાળાની રજાઓ દરમ્યાન બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે તે માટે શહેરના એસ.આર.એફ. ફાઉન્ડેશન દ્વારા ડિજીટલિ એક મહિનાનો 'ઇન્ડિગો સમરકેમ્પ' યોજાયો હતો. સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાની આગવી આંતરિક કળાઓનો વિકાસ કરી શકે તે હેતુથી શહેરની ૫ સરકારી પ્રાથમિક શાળઓમાંથી ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓએ ઘરે રહીને ભાગ લીધો હતો.
આ સમર કેમ્પમાં બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને જગાવવાના હેતુથી દર અઠવાડિયાના અંતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વિઝ સ્પર્ધા, વાર્તાલેખન, આર્ટ એન્ડ ક્રાફટ સ્પર્ધા અને સાયન્સ મોડેલ મેકિંગ સ્પર્ધામાં બધાજ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ બાળકોને એસ. આર. એફ. ફાઉન્ડેશન દ્વારા ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૩૮ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા દીઠ કુલ ૨૪ બાળકોને અને ૫ શાળાઓ વચ્ચેની સ્પર્ધામાં ૧૨ બાળકો વિજેતા બન્યા હતા.
ઇન્ડિગો સમર કેમ્પનો પૂર્ણાહુતિ પ્રસંગ ભાગ લીધેલ દરેક શાળાઓમાં ઉજવાયો હતો. તેમાં મુખ્યત્વે શાળાના આચાર્યશ્રી, એસ. એમ. સી. અધ્યક્ષ અને વાલીઓએ હાજરી નોંધાવી હતી તથા બાળકોના કાર્યોને ઇનામો એનાયત કરીને તેમની સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે સમર કેમ્પની સફળ પૂર્ણાહુતિના પ્રસંગે એસ. આર. એફ. ફાઉન્ડેશનના સુચારુ આયોજનની સરાહના કરવા આવી હતીવડોદરાની ૫ સરકારી પ્રાથમિક શાળાના આશરે ૨૦૦ જેટલા વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ સહિત ભાગ લીધો
વડોદરા, તા.૨૩ જૂન, ૨૦૨૨ ગુરૂવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૧૦) વડોદરામાં ઉનાળાની રજાઓ દરમ્યાન બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે તે માટે શહેરના એસ.આર.એફ. ફાઉન્ડેશન દ્વારા ડિજીટલિ એક મહિનાનો 'ઇન્ડિગો સમરકેમ્પ' યોજાયો હતો. સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાની આગવી આંતરિક કળાઓનો વિકાસ કરી શકે તે હેતુથી શહેરની ૫ સરકારી પ્રાથમિક શાળઓમાંથી ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓએ ઘરે રહીને ભાગ લીધો હતો.
આ સમર કેમ્પમાં બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને જગાવવાના હેતુથી દર અઠવાડિયાના અંતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વિઝ સ્પર્ધા, વાર્તાલેખન, આર્ટ એન્ડ ક્રાફટ સ્પર્ધા અને સાયન્સ મોડેલ મેકિંગ સ્પર્ધામાં બધાજ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ બાળકોને એસ. આર. એફ. ફાઉન્ડેશન દ્વારા ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૩૮ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા દીઠ કુલ ૨૪ બાળકોને અને ૫ શાળાઓ વચ્ચેની સ્પર્ધામાં ૧૨ બાળકો વિજેતા બન્યા હતા.
ઇન્ડિગો સમર કેમ્પનો પૂર્ણાહુતિ પ્રસંગ ભાગ લીધેલ દરેક શાળાઓમાં ઉજવાયો હતો. તેમાં મુખ્યત્વે શાળાના આચાર્યશ્રી, એસ. એમ. સી. અધ્યક્ષ અને વાલીઓએ હાજરી નોંધાવી હતી તથા બાળકોના કાર્યોને ઇનામો એનાયત કરીને તેમની સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે સમર કેમ્પની સફળ પૂર્ણાહુતિના પ્રસંગે એસ. આર. એફ. ફાઉન્ડેશનના સુચારુ આયોજનની સરાહના કરવા આવી હતી

0 Comments