શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ત્રણ ગામોમાં કલેક્ટરશ્રીએ ૧૮ બાળકોને પ્રવેશ કરાવ્યો
વડોદરા, તા.૨૪ જૂન, ૨૦૨૨ શુક્રવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૧૨) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં ત્રણ દિવસ માટે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭મી શ્રૃખંલા અંતર્ગત બીજા દિવસે કલેક્ટર શ્રી અતુલ ગોર વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની ત્રણ શાળાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પ્રવેશપાત્ર બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતું. તેમણે નાના ભૂલકાઓને વ્હાલપૂર્વક તેડી લીધા હતા અને તેડીને શાળામાં લાવ્યા હતા. આ સાથે તેમણે ગામની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામજનો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
કલેક્ટર શ્રી અતુલ ગોર ડભોઇ તાલુકાના રાજપુરા, ફૂલવાડી અને કરનાળી ગામના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં સહભાગી બન્યા હતા. જ્યાં તેમણે કુલ ૧૮ ભૂલકાઓને વિદ્યામંદિરોમાં પ્રવેશ કરાવ્યો હતો. નાના ભૂલકાઓ પ્રત્યે કલેક્ટરશ્રીની સંવેદના અને વ્હાલ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે બાળકોને તેડી લઇ પ્રેમપૂર્વક ચોકલેટ ખવડાવી હતી અને શૈક્ષણિક કિટ્સ આપી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ એટલા માટે છે કે બાળકને શાળામાં આવવા માટે ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે. આજનો બાળક આ જ ગામનો શ્રેષ્ઠ નાગરિક બને એમને શાળા પ્રત્યે આદર જળવાઈ રહે. શિક્ષકો એ બાળકો હરીફાઈ કરાવીને એક, બે કે ત્રણ નંબર આપવાને બદલે નબળા બાળકો પ્રત્યે વિષેશ કાળજી રાખવી જોઈએ. અત્યારના સમયમાં વાલીઓએ બાળક સ્કૂલથી આવે પછી તેમની સાથે સ્કૂલમાં શું ભણાવ્યું તેવી ચર્ચા કરવી જોઈએ. જેથી બાળકોનો ઉત્સાહમાં વધારો થાય. ભણતર એ વિકાસ છે. ખાલી અભ્યાસ નથી. આપણે બધા એ સાથે મળીને જ્ઞાનની જ્યોત સળગતી રાખવી સહિયારો પ્રયાસ કરવો છે.
ફૂલવાડી ગામની સ્કૂલના ૬૬ વર્ષ થવાના અવસરે બાળકો સાથે મળી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. તેમણે ગામોની પણ મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે ગામના સરપંચો, ડે સરપંચો, કરનાળી કુબેરભંડારી મંદિરના શ્રી રજનીભાઇ પંડ્યા, ગામના અગ્રણી કાકુભાઈએ બાળકોને આશીર્વચન આપ્યા.હતા. ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
.jpeg)
.jpeg)
0 Comments