વડોદરાના નેવીલ અને ઋષિ વાડિયા મુખ્યમંત્રીશ્રી ની સરળતા અને સાદગી થી ખૂબ પ્રભાવિત થયાં....
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરની વડોદરાની મુલાકાત દરમિયાન વડોદરાના પારસી વડીલ નેવિલ વાડિયાને સભાસ્થળે ખૂબ માનપૂર્વક મળવા બોલાવ્યા હતા અને ખૂબ આત્મીયતા સાથે તેમને મળ્યા હતા.
તે સમયે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે આ પરિવારનો આછેરો પરિચય થયો હતો.
આણંદ ના સાંસદ મિતેશ પટેલ - બકાભાઈ આ પરિવારના મિત્ર છે એની જાણકારી મુખ્યમંત્રીશ્રી ને હતી.અને તેમણે નેવિલ વાડિયાજી ને મીતેશભાઇ ના માધ્યમ થી પોતાના નિવાસસ્થાને મળવા માટે સૌજન્ય સાથે તેડાવ્યા હતા.
તેના અનુસંધાને નેવિલ્ અને તેમના પુત્ર ઋષિ વાડિયા તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ને મળી આવ્યા.
આ મુલાકાત અંગે ઋષિભાઈએ જણાવ્યું કે ભુપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ સરળ, આત્મીયતાસભર, સાલસ,નિખાલસ અને ડાઉન ટુ અર્થ છે. તેમણે ૧૫ મિનિટ જેટલો સમય આ વડીલ અને તેમના દીકરાને મળવા માટે ફાળવ્યો અને ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીને સાથે આટલી આત્મીયતા કેવી રીતે બંધાઈ એની વિગતો જાણી હતી.
વાત એમ છે કે સન ૨૦૦૭ માં લાફ્ટર યોગની વિશ્વસ્પર્ધા યોજાઈ હતી.જેમાં નેવિલભાઈ ના ધર્મપત્ની જાલુબેન બેસ્ટ યોગીક લાફિંગમાં વિશ્વ વિજેતા બન્યા.
તે સમયે શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા. જાલૂબેનની આ સિદ્ધિની વાત જાણીને તેમણે પહેલીવાર વાડિયા દંપતીને મુલાકાત માટે બોલાવ્યા.
તે પછી અત્યાર સુધીમાં મોદી સાહેબે આ પરિવારને ૬ થી વધુ વખત મુલાકાત આપી છે.તેમની સાથે પત્ર અને અન્ય માધ્યમ થી આ પરિવાર જીવંત સંપર્ક રાખે છે.
ઋષિ વાડિયા કહે છે કે નરેન્દ્રભાઈના હૃદયમાં પારસી સમુદાય માટે ખૂબ લાગણી,આદર અને માન છે જે તેમની સાથે પ્રત્યેક સંવાદમાં વ્યકત થાય છે.આ મિની માઇક્રો કોમ્યુનિટી એ - લઘુમાં પણ લઘુ સમુદાયે દેશને જે નર રત્નો આપ્યાં છે,દેશના વિકાસમાં જે યોગદાન આપ્યું છે,તેને માટે તેઓ હંમેશા કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આપણા પ્રધાનમંત્રીજી ખરેખર અનન્ય છે.
ઋષિભાઈ કહે છે કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ એટલા જ નિખાલસ છે.એમની સાથે સંવાદ કરતી વખતે, આપણે ગુજરાતના સર્વોચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિત્વ સાથે સંવાદ કરીએ છે એવો કોઈ તણાવ જ અનુભવાતો નથી અને ખૂબ હળવાશ અને સરળતા થી તેમની સાથે સંવાદ થઈ શકે છે.
વાડિયા પરિવાર માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ને મળવાનો,મોદી સાહેબની મુલાકાત પછીનો આ બીજો પ્રસંગ હતો એનો પણ પરિવારને આનંદ છે.
મુખ્યમંત્રીશ્રી એ વાડિયા પરિવાર એક શાળાનું સંચાલન કરે છે એ જાણીને રસપૂર્વક શાળા સંચાલન ની વિગતો પૂછી હતી.આ પરિવાર સંચાલિત ટ્રસ્ટ શાળામાં ભણતા ગરીબ પરિવારોના અંદાજે ૪૫૦ જેટલા બાળકોની ફી,ગણવેશ જેવો ખર્ચ વહન કરવાની સાથે સેવા પ્રવૃત્તિઓ કરે છે એ જાણીને, તેમણે અભિનંદન આપ્યા હતા. મુલાકાત સમયે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ તેમની સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રી એ,પ્રધાનમંત્રીશ્રી દેશની સાથે સતત ગુજરાતના વિકાસમાં ખૂબ ઊંડો રસ લે છે અને નિયમિત માર્ગદર્શન આપે છે એમ પણ આ પરિવારને જણાવ્યું હતું.
વાડિયા પરિવારે મુખ્યમંત્રીશ્રી ના આ ઔદાર્ય અને સૌજન્ય માટે આભાર વ્યક્ત કરવાની સાથે,તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ઉંચાઈઓ હાંસલ કરે એવી શુભકામનાઓ પાઠવી છે.
.jpeg)
.jpeg)
0 Comments