*ગોધરામાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી, ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો.*
*તાત્કાલિક તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ.*
રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે.ચોમાસાની સિજન શરૂ થતાની સાથેજ તંત્રની પોલ ઉધાડી પડી જતી હોય છે.ત્યારે ગોધરામાં ગતરોજ વરસાદ પડ્યો હતો.વરસાદ પડતા જિલ્લાના લોકો એ ગરમીથી હાસ્કારો અનુભવ્યો હતો.તેવામાં બીજી બાજૂ માત્ર સામાન્ય વરસાદના કારણે જ ગોધરા ના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી.અને પોલન બજાર થી સિમલા માર્કેટ તરફ જતા રેલવે પુલ (ગળ નારા) નીચે રસ્તા માં પાણી ભરાઈ ગયું હતું જે પાછલા ઘણા વર્ષો થી થતુ આવ્યુ છે જેનો કોઈ નિકાલ નથી. જેના કારણે આવ - જાવ કરતા વાહનો અને ત્યાંથી જતા દરેક કોમના લોકો ને તકલીફ નો સામનનો કરવો પડી રહ્યો છે.
અવારનવાર તંત્રને ચોમાસા પૂર્વે પાણી ભરાવવાની સમસ્યાને લઈ અનેક ફરિયાદ કરવામાં આવે છે.છતા ગોધરા નગરપાલિકા દ્વારા કોઈ પણ કામ સરખી રીતે ન કરી આપવામાં આવતું હોવાનું એક ગોધરાના જાગૃત નાગરીક દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તેમજ સામાજિક કાર્યકર *ઉવેસ અહમદ કલંદર* દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગોધરા ના પશ્ચિમ વિસ્તાર મા આવેલ સિમલા માર્કેટ તરફ જતા રસ્તા માં રેલવે પુલ નીચે પાણી ભરાવાને કારણે લોકોને ખુબ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
તેમજ તેમણે ઉમેર્યું કે જ્યારે પ્રજા અનેક વખત રજૂઆત કરવા જાય છે છતા પણ કોઈ નિરાકરણ આવતુ નથી.
ત્યારે હાલ ચોમાસામાં હર વર્ષ ની જેમ શરૂઆતના પહેલા જ વરસાદમાં ગળ નારા ની હાલત સામે ખુલી આવી છે ત્યારે પ્રજા તરફથી તેઓની એક જ માગણી છે કે વહેલી તકે પ્રિ-મોન્સૂન કામગીરીમાં રહી ગયેલી ચૂક નું નિવારણ કરે અને પ્રજાને પડતી અગવડોનો નિકાલ લાવે જેથી પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે.જો વહેલી તકે ત્યા કામ નહીં કરાવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું. અને એના જવાબદાર દરેક કામ ને રોકનારા લોકો રહેશે.

0 Comments