BARODA HALCHAL NEWS

વડોદરા પોલીસના એ.એસ.આઇ.ના માનવતાસભર અભિગમને ગૃહ રાજ્ય મંત્રીએ બિરદાવ્યો.

      વડોદરા પોલીસના એ.એસ.આઇ. સુરેશભાઈ હિંગલાજીયાના  માનવિયતા ભરેલા અભિગમની ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ નોંધ લીધી છે અને ટ્વીટ કરીને તેમની કરુણાસભર ફરજ પરસ્તીને બિરદાવી છે.






        ગૃહ રાજ્ય મંત્રીએ લખ્યું કે વર્દીધારી કર્મયોગીઓ જે માનવતાસભર ફરજ નિષ્ઠા દર્શાવી રહ્યાં છે તેને બિરદાવવા ૧૦૦/૧૦૦ સલામો પણ ઓછી પડે.

        ઘટનાની વિગત એવી છે કે રાવપુરા પોલીસ મથકની શી ટીમના ઇન્ચાર્જ તરીકે કાર્યરત સુરેશભાઈ ને ગઈકાલે જેલરોડ પર અકસ્માત થયાની જાણકારી મળતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા.

        આ અકસ્માતમાં એક દીકરી ઇજાગ્રસ્ત બની હતી.તેને ચહેરા અને શરીરના અન્ય અંગો પર ઇજા થઈ હતી અને તાત્કાલિક સારવારની જરૂર હતી.

        સુરેશભાઈ એ કોઠાસૂઝ અને સમયસૂચકતા દાખવીને પોલીસની પી.સી.આર.વાનમાં જ ઘાયલ દીકરીને દવાખાને ખસેડવાનો નિર્ણય લીધો અને દવાખાને પહોંચ્યા પછી સ્ટરેચર કે સેવકની શોધમાં સમય વેડફવાને બદલે પોતાના બંને હાથોમાં ઇજાગ્રસ્ત દીકરીને ઊંચકી લઈને સારવાર માટે દાખલ કરી હતી.

        તેમની આ માનવીય સંવેદનાનો વિડિઓ વાઇરલ થયો હતો જેની સકારાત્મક નોંધ લેવાઈ હતી. તેઓ જ્યારે મકરપૂરા પોલીસ મથકમાં હતા ત્યારે એ વિસ્તારમાં અકસ્માત વધુ થતાં અને મરણ પણ નિપજતાએ હકીકતની નોંધ લઇને પોલીસવાનમાં મૃતદેહને ઓઢાડી શકાય અને મરણનો મલાજો જળવાય તે માટે કાપડ હાથવગું રાખતા.તેમની આ સંવેદનાની ખૂબ સકારાત્મક નોંધ અગાઉ લેવાય હતી.

Post a Comment

0 Comments