BARODA HALCHAL NEWS

પ્રધાનમંત્રીના આગમન પહેલા રજુ થયો સાંસ્કૃતિક પ્રોગ્રામ

૪૦ દેશોના વિદેશીઓ સહીત ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા વડોદરાવાસીઓ




સનત પંડ્યાનું “નગર મે મોદી આયા..” ગીત રહ્યું હોત ફેવરીટ

વડોદરા, તા.૧૮ જૂન, ૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ જેઠ વદ ૪) પ્રધાનમંત્રીના મંત્રીના ગુજરાતમાં આગમન ની સાથે સાથે પાવાગઢ કાલીમાંના દર્શન, મહિલા લાભાર્થીઓની પ્રશંસા હોય, ગુજરાતની સંસ્કૃતિ અને વિકાસ ગાથા હોય તો પછી ગુજરાતના ગરબા અને ગુજરાતનું સંગીત કેમ ન હોય? લેપ્રસી ગ્રાઉન્ડ પર પ્રધાનમંત્રીના ભાષણ પહેલા લોકોને મનોરંજન પીરસવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મુખ્ય સ્ટેજની બાજુમાં બીજું વિશાળ સ્ટેજ ઉભુ કરવામાં આવ્યું હતું અને બંને સ્ટેજ પર બેકડ્રોપમાં એલઈડી મુકવામાં આવી હતી. સુરતના સૂફી ગાયક ભાવિન શાસ્ત્રી, અભિનેત્રી અને ગાયક ભૂમિ ત્રિવેદી, રુચિ પટેલ, ગરબા ગાયક અતુલ પુરોહિત અને સનત પંડ્યા અને અન્ય લોકલ આર્ટીસ્ટઓએ લોકોને પારંપરિક અને બોલીવુડ સોંગથી મનોરંજન પીરસ્યું હતું. આ સાંસ્કૃતિક પ્રોગામમાં મુખ્ય પ્રવેશદ્વાર પર વડાપ્રધાનને આવકારવા માટે નૃત્ય રાગિની પેર્ફોર્મિંગ કોલેજના ૭૦૦ ખેલૈયા દ્વારા એક સાથે નૃત્ય રજુ કર્યું હતું. આ સિવાય ૭ ગરબા આર્ટીસ્ટ સ્ટેજ પર લાઇવ ગરબા દરેક ગીત સાથે પર્ફોર્મ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનો આશય દુર દુરથી આવનારા પ્રેક્ષકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તે હતો. ગરબાના તાલે પ્રક્ષકો પણ પોતપોતાના સ્થાન પર ગરબા ગાઈ અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. નરેન્દ્ર મોદી લિખિત ગીત “યહી સમય હૈ, સહી સમય હૈ...”ને કમ્પોઝ કરીને રજુ કર્યું હતું. ઉપરાંત “નગરમે જોગી આયા...” ની બદલે નવું ગીત “નગર મે મોદી આયા...સાથમે વિકાસ કો લાયા...”પોપુલર થઈ ગવાયું હતું. આ સિવાય “દેસ રંગીલા...”, “મોરે પિયા ઘર આયો..”, “એ મારો સાયબો..” વગેરે ગીતાના તાલે લોકોને મનોરંજન પીરસાયુ હતું. અલગ અલગ ૪૦ જેટલા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ ગરબાના તાલે નાચવા લાગ્યા હતા તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને લોકો સેલ્ફી અને ફોટા પડાવવા લાગ્યા હતા. સુફી ગાયક ભાવિન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતી સંગીત અને ગુજરાતી ફિલ્મો હવે નવી જેનરેશનને ખુબ આકર્ષે છે. ગુજરાતી કલાકારોને ખુબ લોક ચાહના મળે છે. આવા જાહેર પ્રોગ્રામમાં જો આટલું સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય તો સૌ કોઈ આકર્ષાય.

Post a Comment

0 Comments