કુલ વાવેતર વિસ્તાર ૨૪૫૯૭૮ સામે અત્યાર સુધીમાં ૪૨૬૨૭ હેક્ટર જમીનમાં વાવણી થઇ
વડોદરા, તા.૨૪ જૂન, ૨૦૨૨ શુક્રવાર (વિ. સં. ૨૦૭૮ ચૈત્ર વદ ૧૨) વડોદરા જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિક્ષેત્રમાં હવે મહેનતની મોસમ આવી છે. જિલ્લામાં હાલમાં વાવણી કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. કુલ વાવેતર વિસ્તારના ૧૭ ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઇ ચૂકી છે. હજું પણ વાવણી કાર્ય ચાલી રહ્યું છે. સારો વરસાદ થવાની રાહ જોતા ખેડૂતો મેઘરાજાની આશીર્વાદ સાથે જમીનમાં વાવણિયા ચલાવી રહ્યા છે.
વાવણી કરવા માટે પણ ખેડૂતો એક શીરસ્તાનું પાલન કરે છે. યોગ્ય વરસાદ વરસ્યા બાદ ખેડૂતો સર્વ પ્રથમ પોતાના બળદને તેલ પીવડાવી તાજામાજા કરે છે. સાથે તેને ગોળ પણ ખવડાવવામાં આવે છે. બાદ બળદને પણ તિલક કરી ગાડું જોડવામાં આવે છે. વાવણી પૂર્વે અક્ષય તૃતીયાએ પણ જમીનનું પૂજન કરવાનું મહાત્મ્ય છે. જો કે, દેશકાળે વિધિ પરંપરા પણ બદલાઇ છે.
વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ આંકડાઓને ધ્યાને રાખતા કુલ વાવેતર વિસ્તાર ૨૪૫૯૭૮ સામે અત્યાર સુધીમાં ૪૨૬૨૭ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચૂકી છે. તાલુકા પ્રમાણે જોઇએ તો કરણજણમાં સૌથી વધારે ૨૯૧૦૨, ડભોઇમાં ૭૫૮૮, ડેસરમાં ૧૧૦, પાદરામાં ૨૦૦૮, સાવલીમાં ૩૯૬, શિનોરમાં ૫૮૧, વડોદરા તાલુકામાં ૨૫૪૪ અને વાઘોડિયા તાલુકામાં ૨૯૮ હેક્ટર જમીનમાં ખરીફ પાકની વાવણી થઇ છે.
પાક પ્રમાણે જોઇએ તો ડાંગરની ૬૧, તુવેરની ૨૪૦૭, સોયાબીનની ૫૪૦, કપાસની ૩૬૩૨૫, ગુવારની ૧૧, શાકભાજીની ૧૪૬૯ અને ઘાસચારાની ૧૪૧૮ હેક્ટર જમીનમાં વાવણી થઇ છે.
.jpeg)
.jpeg)
0 Comments