BARODA HALCHAL NEWS

સરકારની "DAY- N. R. L. M." યોજના અંતર્ગત આર્થિક સહાય મળતાં નાના - મોટા ગૃહઉદ્યોગો થકી ગામડાઓમાં બહેનો બની રહી છે આત્મનિર્ભર

 સરકારની મહિલા વિષયક યોજનાઓ વિશે ગામની બહેનોને યોગ્ય માહિતી આપી તેના લાભ લેવામાં મદદરૂપ બનવું એજ અમારો પ્રયત્ન હોય છે."






- હેમલતાબેન પરમાર (લાભાર્થીવાઘોડિયા )

                રાજ્ય સરકારે મહિલાઓના સામાજિકઆર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમાંય ખાસ કરીને મહિલાઓની વાત આવે એટલે તેમના હાથમાં ઘરની બધી વ્યવસ્થા હોયગ્રામીણ બહેનોની મુશ્કેલીઓને જાણીસમજી અને એનું નિરાકરણ લાવવાના સફળ પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે.

        ગ્રામ્ય વિસ્તારમાં બહેનો સખી મંડળો અને સ્વ સહાય જૂથ બનાવીને પગભર બની છે. પોતે સંચાલન કરીને અન્યને આ મંડળમાં સામેલ કરીને સેવાના કાર્યો સાથે સરકારની યોજનાઓના લાભ ગામડાની દરેક બહેનો સુધી પહોંચાડતી થઇ છે.

        દરેક સખી મંડળોને સરકાર દ્વારા રિવોલ્વિંગ ફંડ તરીકે રૂ. ૨૦ થી ૩૦ હજાર આપવામાં આવે છે.સખી મંડળોને ગ્રામ સંગઠન સાથે જોડીને પ્રતિ સખી મંડળ પ્રમાણે ગ્રામ સંગઠનને રકમ રૂ. ૧,૫૦,૦૦૦ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે આપવામાં આવ્યા હતા.

        વડોદરા જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી તાજેતરમાં ૨૫૬ સ્વ સહાય જૂથોને રૂ.૨૭૫ લાખ બેંકો દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.આ પૈકી ૧૪૯ સ્વ સહાય જૂથોને રૂ.૧૬૮ લાખની રકમનું ડીસ્બર્શમેન્ટ આપવામાં આવ્યું હતું.V.O. થકી પણ આ મંડળોને રૂ.૭૦ હજારની લોન મળી હતી.૧૨૬ સ્વ સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડની રકમ રૂ. ૩૭.૮૦ લાખ અને ૭૪ સ્વ સહાય જૂથો પ્રમાણે ગ્રામ સંગઠનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે રૂ. ૧૧૧ લાખ સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા.બેન્ક સખીની ફાળવણી Bank of Baroda દ્વારા કરવામાં આવી છે જેમાં લગભગ ૨૨૩ જેટલાં સખી મંડળોના ખાતા ખોલાવવામાં આવ્યા છે.

        રાજ્ય સરકારે મહિલાઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ બેન્ક તરફથી લોન માટેની નાણાકીય સહાય કરીને દરેક સખી મંડળોને પગભર થવાનો માર્ગ ચિંધ્યો છે.

        વાઘોડિયા વિસ્તારના હેમલતાબેનના જણાવ્યા મુજબ તેમણે ૧૮ સખી મંડળો બનાવ્યા છે. દરેક મંડળમાં ૧૨ સભ્ય બહેનો છે.આ બહેનો દર મહિને ઓછામાં ઓછા રૂ.૨૦૦/- ની બચત કરી જરૂર પડ્યે પોતાના પરિવાર તેમજ એકબીજાને આર્થિક રીતે મદદ કરે છે. આ સખી મંડળ છેલ્લાં ૧૫ વર્ષથી ચાલે છે. હેમલતાબેને ૧૦ જેટલી બહેનોને ખાખરા બનાવવા માટેની રોજગારી આપી છે. આ ઉપરાંત બહેનોને અનુરૂપ હોય તેવા અન્ય નાનાં - મોટા રોજગાર પણ પુરા પાડ્યા છે જેવાકે MGVCL  સાથે ગ્રામ વિકાસ સખી મંડળના MOU થયા પછી એમાં મીટર રીડર તરીકે પણ આ મંડળની બહેનો જાય છે અને રોજગારી મેળવી આર્થિક રીતે પગભર થઇ છે. હેમલતાબેન પોતે પણ એપોલો ટાયર ફાઉન્ડેશનમાં CRP તરીકે કામગીરી કરે છે જેમાં આ બધી બહેનોને કઈ કામગીરી સોંપવી જેવું મહત્વનું કાર્ય કરે છે.સામુહિક લોન વિતરણ વખતે ગ્રામ વિકાસ સખી મંડળને રૂ.૪ લાખની સહાય મળી હતી.

        આ સખી મંડળો પોતાની સભ્ય બહેનો દ્વારા પોતાના હસ્તગત આવતા ગામોની પરિસ્થિતિ અંગેની માહિતી એકઠી કરીને ઉમદા આશયથી બાળકોની સ્કૂલ ફી થી લઈને દવાખાનાના ખર્ચ ઉઠાવવા માટે બહેનોને આર્થિક મદદરૂપ બને છે.અને સરકારશ્રી તરફથી આપવામાં આવતી યોજનાઓ અંગેની જાણકારી આપીને તેના લાભ મેળવવામાં મદદરૂપ બને છે.

        જય નારાયણ સખી મંડળ (વાઘોડિયા)ના ભટ્ટ સંગીતાબેન કહે છે કે, " કેશ ક્રેડિટ સહાયથી મહિલાઓને  આર્થિક મદદ મળી છે.ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને બહેનો બેગણા ઉત્સાહથી અને મનથી પોતાનું કાર્ય કરશે."

        સંગીતાબેને વધુમાં કહ્યું હતું કે તેઓ પહેલાં હાઉસ વાઇફ હતા અને ફકત ઘર સાચવતા. જયારે આજે તેઓ સખી મંડળના મંત્રી છે અને બેન્ક સખી છે.બહેનો માટે ગૃહ ઉદ્યોગો અને રોજગારી પુરી પાડે છે.આજે સંગીતાબેન કોટનના કાપડના પેડ બનાવવાનો ઉદ્યોગ પણ અન્ય બહેનોની મદદથી ચલાવે છે અને રોજગારી આપે છે.તેઓ ૨૦૧૮ માં આ મંડળમાં જોડાયા હોવા છતાં આજે તેઓ કરોડોની વ્યવસ્થા સંભાળે છે. તેઓ પોતે બેન્કમાં કાર્યકર છે જ અને ગ્રામ્ય બહેનોને બેન્ક વિશેની જરૂરી માહીતી આપીને ખાતા ખોલાવવામાં પણ મદદ કરે છે.

        સખી મંડળોને ગ્રામ સંગઠન સાથે જોડીને કોમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવવાનું સરકારનું આ કામ બિરદાવવા જેવું છે.આ યોજના થકી સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે.

Post a Comment

0 Comments